Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

'એક મેં ઔર એક તુ' ગીત પર નીતુ કપૂર અને અનિલ કપૂરનો કર્યો ડાન્સ

 મુંબઈ: આખી કાસ્ટ ટીમ આગામી ફિલ્મ 'જુગ જુગ જિયો'ના પ્રમોશનમાં લાગેલી છે. આ એપિસોડમાં, બોલિવૂડ સ્ટાર્સ નીતુ કપૂર અને અનિલ કપૂર ફેન ઇવેન્ટ દરમિયાન 'એક મેં ઔર એક તુ' ગીત પર ડાન્સ કરે છે.નીતુ, અનિલ, વરુણ ધવન, મનીષ પોલ અને કિયારા અડવાણી દિલ્હીમાં આયોજિત ફેન ઈવેન્ટમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા.1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખેલ ખેલ મેં'નું ગીત ઈવેન્ટમાં વાગવા લાગ્યું. ગીત સાંભળીને નીતુ અને અનિલ એક સાથે ડાન્સ કરવા લાગ્યા. બીજી તરફ, વરુણ, કિયારા અને મનીષે ચાહકોમાં તેમનો ઉત્સાહ વધાર્યો હતો. નીતુ કપૂરે આ વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

(7:20 pm IST)