Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ખાસ ભુમિકા માટે સોનાક્ષીની તૈયારી

અભિનેત્રી સોનાક્ષી સિન્‍હા તેની વેબ સિરીઝને લીધે ચર્ચામાં છે. જેમાં તે પોલીસ ઓફિસરના રોલમાં છે. પરંતુ હવે તે વધુ એક સિરીઝ કરી રહી છે. જેમાં અનેક અભિનેત્રીઓ સાથે તેનો પણ ખાસ રોલ છે. સંજય લીલા ભણસાલીએ ગંગુબાઇ કાઠીયાવાડીનું શુટીંગ પુરૂ કરી એ સાથે જ હીરામંડીનું કામ શરૂ કર્યુ છે. આ એક વેબ સિરીઝ  છે. જેને ઉમરાવજાન અને પાકિઝાની થીમ પર બનાવાશે. આ સિરીઝમાં રેડલાઇટ એરિયામાં જન્‍મેલી કહાની છે. સોનાક્ષી સિન્‍હાને આ સિરીઝની એક ભુમિકા માટે પસંદ કરવામાં આવી છે. આ ખાસ રોલ માટે સોનાક્ષીએ તૈયારી શરૂ કરી દીધી છે અને તે કથ્‍થક શીખી રહી છે. કારણ કે તેના પાત્રને મુજરો કરવાનો છે. હીરામંડી નેટફિલક્‍સ પર રિલીઝ કરવામાં આવશે. જેમાં સિરીઝમાં હુમા કુરેશી, કાર્તિક આર્યન, મનીષા કોઇરાલા, નિમ્રત કૌર, સયાની ગુપ્‍તા મુખ્‍ય ભુમિકામાં છે. સોનાક્ષીની બુલબુલ તરંગ પણ આવી રહી છે.

(10:17 am IST)