Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રણબીર કપૂરની શમશેરા આ શરતે રિલીઝ : કોર્ટે જમા કરાવ્યા 1 કરોડ રૂપિયા

મુંબઈ: દિલ્હી હાઈકોર્ટે રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ 'શમશેરા'ને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની મંજૂરી આપી છે. પરંતુ તેના બદલામાં યશરાજ ફિલ્મ્સે રજિસ્ટ્રીમાં 1 કરોડ રૂપિયા જમા કરાવવાના હતા. જણાવી દઈએ કે તેમના કેસમાં બિક્રમજીત સિંહ ભુલ્લરે ફિલ્મ મેકર્સ પર કોપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. TOIના એક અહેવાલ મુજબ, બિક્રમજીત સિંહ ભુલ્લરે ફિલ્મના નિર્માતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તે તેની સાહિત્યિક કૃતિ 'કબૂ ના છોડેં ખેત'ની નકલ છે. આ મામલામાં બિક્રમજીત સિંહે મેકર્સને કોર્ટમાં ખેંચ્યા હતા, જે બાદ જસ્ટિસ જ્યોતિ સિંહે આ આદેશ આપ્યો છે.

 

(5:36 pm IST)