Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

‘ભાભીજી ઘર પર હૈ'ના અંગુરી ભાભીનું નવુ રૂપ જોવા મળ્‍યુઃ ક્રોશિયા સ્‍ટાઇલ નેટેડ ટોપમાં પોઝ આપતી જોવા મળીઃ અંડરગારમેન્‍ટ દેખાઇ

ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગીનો અનોખો અંદાજ

મુંબઇ: ટીવી દુનિયાનો જાણીતો શો 'ભાભી જી ઘર પર હૈ!'માં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવીને દરેક ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી હવે બોલ્ડ થઈ ગઈ છે. અભિનેત્રી શુભાંગી આ શોમાં એક સીધી સાદી ઘરની સંસ્કારી વહૂ તરીકે જોવા મળી રહી છે. પરંતુ તેનાથી વિપરીત તે વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. હવે તેણે કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેને જોઈને તેમના ચાહકો ચોંકી ઉઠ્યા છે.

નેટેડ ટોપમાં જોવા મળી અંગૂરી ભાભીની બ્રા

આ તસવીરોમાં શુભાંગી તેના ઓનસ્ક્રીન અવતારથી એકદમ અલગ દેખાય છે. તેઓ એક ક્રોશિયા સ્ટાઈલ નેટેડ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ટોપ એટલી જાળીદાર છે કે અભિનેત્રીની એનિમલ પ્રિન્ટેડ બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે.

શુભાંગી ખુબસુરત અંદાજમાં..

ક્રીમ કલરની ટોપમાં શુભાંગી ખૂબ જ ખુબસુરત અંદાજમાં જોવા મળી રહી છે. તે બગીચામાં બેસીને પોઝ આપી રહી છે.

ઘર-ઘરમાં અંગૂરી ભાભીને મળી એક ઓળખ

લોકપ્રિય કોમેડી ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ!'માં અંગૂરી ભાભીની ભૂમિકાથી ઘરે ઘરે જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી અત્રે તેની સુંદરતા માટે પ્રશંસા મેળવી રહી છે.

અભિનેત્રી શુભાંગી અત્રેની બોલ્ડ સ્ટાઇલ દરેકને કરે છે ઘાયલ

જ્યારે પણ શુભાંગીની બોલ્ડ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર સામે આવે છે, ત્યારે તે હંમેશા જોરદાર વાઈરલ થઈ જાય છે.

આ ટીવી શોથી એક આગવી ઓળખ મળી

શુભાંગી અત્રે 'કસ્તુરી', 'દો હંસન કા જોડા' અને 'ચિડિયા ઘર' જેવા લોકપ્રિય શોમાં અભિનય કરવા માટે પણ જાણીતી છે.

(4:24 pm IST)