Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

દરેક પ્રોજેક્‍ટની સાથે નવું શીખવું છેઃ માનુષી

મિસ વર્લ્‍ડ માનુષી છિલ્લરે બોલીવૂડમાં અભિનયની શરૂઆત અક્ષય કુમાર સાથેની ફિલ્‍મથી કરી હતી. હવે તે જોન અબ્રાહમ સાથેની ફિલ્‍મ તેહરાન કરી રહી છે. આ એક્‍શન ફિલ્‍મનું મોટા ભાગનું શુટીંગ ગ્‍લાસગો, મુંબઇ અને દિલ્‍હીમાં થયું છે. આ ફિલ્‍મનું ત્રીજું શેડયુલ સપ્‍ટેમ્‍બરના છેલ્લા અઠવાડિયામાં શરૂ કરવામાં આવ્‍યું હતું. તેણે પંદર દિવસ સુધી દિલ્‍હીમાં શુટીંગ કર્યું હતું. માનુષીએ કહ્યું કે મારે મારા દરેક પ્રોજેક્‍ટ સાથે નવું શીખવું છે અને મારો વિકાસ કરવો છે. હું સતત એક એવી અભિનેત્રી બનવાનો પ્રયાસ કરું છું જે તેની અદાકારીમાં ઉત્તમ હોય અને તેના અભિનય દ્વારા લોકોનાં દિલ અને દિમાગને સ્‍પર્શી લે. તેહરાન એક આવી જ ફિલ્‍મ છે. મારા માટે આ શુટીંગનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. મને રોજ નવું શીખવા મળતું હતું. ફિલ્‍મને જલદી પુરી કરવા માટે અમે રાતે પણ શુટીંગ કરી રહ્યાં હતાં. આ કારણે પંદર દિવસથી સરખી ઉંઘ થઇ શકી નહોતી.

(10:26 am IST)