Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રણબીર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 2023માં થશે રિલીઝ

મુંબઈ: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી ફિલ્મમેકર લવ રંજનની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. અગાઉ, આ વર્ષની શરૂઆતમાં, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે રણબીર-શ્રદ્ધા સ્ટારર ફિલ્મ હોળી 2022 માં રિલીઝ થશે. 'પ્યાર કા પંચનામા' ફ્રેન્ચાઈઝી અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી બેક ટુ બેક સુપર હિટ ફિલ્મો આપ્યા બાદ, લવ હાલમાં તેની આગામી અનટાઈટલ્ડ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં વ્યસ્ત છે. નિર્માતાઓ દ્વારા પ્રોજેક્ટની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ફિલ્મનું દિલ્હી શિડ્યુલ પૂર્ણ થઈ રહ્યું છે. લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત અને ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત, રણબીર અને શ્રદ્ધા અભિનીત આગામી ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ જોવા મળશે.

 

(5:41 pm IST)