Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સોનાક્ષી-હુમાની ફિલ્મનું શુટીંગ પુરું

અભિનેત્રી સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી એક સાથે જોવા મળવાની છે. આ બંનેની ફિલ્મ 'ડબલ એકસએલ' આવી રહી છે. બોડી શેમીંગ પર આધારીત આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝના ભૂષણ કુમાર, વાકાઓ ફિલ્મ્સ અને મુદસ્સર અઝીઝે કર્યુ છે.  આ સોશિયલ કોમેડી ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. મોટા ભાગનું શુટીંગ લંડન અને દિલ્હીમાં થયું છે. ફિલ્મ આવતા વર્ષેના મધ્યભાગમાં રિલીઝ કરવામાં આવે. ફિલ્મમાં સમાજમાં ઘણા સમયથી જોવા મળતા બોડીવેઇટ સ્ટિરિયોટાઇપ વિશે સવાલ ઉઠાવાયા છે. આ મેસેજને ખૂબ જ હ્યુમરસ રીતે દેખાડવામાં આવ્યો છે. આ એક પ્લસ સાઇઝ મહિલાઓની સ્ટોરી છે. એક ઉત્તર પ્રદેશની હોય છે અને એક દિલ્હીની ગ્લેમર દુનિયાની હોય છે. સોસાયટીમાં મહિલાની ખૂબસૂરતી તેની સાઇઝ અને આકર્ષણ પર ડિપેન્ડ કરે છે એના પર વાંધો ઉઠાવતી આ ફિલ્મ છે. સોનાક્ષી અને હુમા હંમેશાંથી તેમની સાઇઝને કારણે ટ્રોલ થતી આવી છે. આથી તેઓ આ ફિલ્મ માટે સૌથી પહેલી પસંદ હતી. આ ફિલ્મમાં 'નોટબુક'માં જોવા મળેલો ઝહીર ઇકબાલ પણ દેખાશે. તામિલનો મહત રાઘવેન્દ્ર પણ બોલીવૂડમાં આ ફિલ્મ દ્વારા એન્ટ્રી કરશે.

(10:07 am IST)