Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

દરેક પ્રકારની ફિલ્મો માટે તૈયાર છે કરણ

સની દેઓલની બોલીવૂડમાં એકશન હીરો તરીકેની ઓળખ આજે પણ અકબંધ છે. તેણે પુત્ર કરણ દેઓલને લઇને પલ પલ દિલ કે પાસ બનાવી હતી. કરણને પોતાની પ્રારંભીક રોમાન્ટીક ફિલ્મ ફળી નહોતી. હવે તે ફરીથી નવું કામ કરી રહ્યો છે. કરણની તેના કાકા અભય દેઓલ સાથેની ફિલ્મ વેલ્લે હાલમાં ચર્ચામાં છે. સ્ટાર પરિવારમાંથી આવતા હોવાથી કેવા પ્રકારનું પ્રેશર હોય છે એવું પૂછવામાં આવતાં કરણે કહ્યું હતું કે મારી સરખામણી હંમેશાં મારાપિતા સાથે થવાની છે. તેમણે અત્યાર સુધી જે કામ કર્યું છે એમાં તેઓ હંમેશાં માનનીય રહેશે, પરંતુ મારી ઓળખ અને મારો માર્ગ તો મારે જાતે જ શોધવાનો છે. એ હું ત્યારે કરી શકીશ જ્યારે મારી પાસે વધુ કામ આવશે. કરણે કહ્યું મારી ઇચ્છા પણ એકશન પર હાથ અજમાવવાની છે.  પણ એના માટે પાત્ર યોગ્ય હોવું જરૂરી છે. પાત્ર સારું હોય તો હું દરેક પ્રકારની ફિલ્મો કરવા માટે તૈયાર છું. સાથે સ્ક્રિપ્ટ પણ જબરદસ્ત હોય એ જરૂરી છે. પછી ફિલ્મ કયા જોનરની છે એ મહત્વનું રહેતું નથી.

(10:06 am IST)