Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પોતાને નસીબદાર સમજે છે શુભાંગી

ટીવી પરદે સિરીયલ કસોટી જિંદગી કી દ્વારા ૨૦૦૭થી કામ કરી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રેએ અનેક હિટ શોમાં ભુમિકા નિભાવી છે. કસ્તુરી, કરમ અપના અપના, યે રિશ્તા કયા કહેલાતા હૈ, હવન, ચિડીયા ઘર, અધુરી કહાની હમારી, ગુલમહોર ગ્રાન્ડ, બિગ બોસ સહિતના શો કર્યા છે. જો કે તેને સોૈથી વધુ ઓળખ ટીવી શો ભાભીજી ઘર પર હૈ દ્વારા મળી છે. આ શોમાં તે અંગૂરી મનમોહન તિવારીની ભુમિકા ૨૦૧૬થી નિભાવી રહી છે. 'ભાભીજી ઘર પર હૈં' શોએ તાજેતરમાં સત્તરસો એપિસોડ પુરા કરતાં આ શોની સમગ્ર ટીમે ઉજવણી કરી હતી. શોમાં શુંભાંગી સાથે નેહા પેન્ડસે પણ મહત્વની ભુમિકામાં છે.  શુભાંગીએ કહ્યું હતું કે 'અમારા માટે સત્તરસો એપિસોડ એક મોટો માઇલસ્ટોન છે. આ વન્ડરફુલ ટીમ સાથે કામ કરવા માટે હું પોતાને નસીબદાર માનું છું. તેમજ અંગૂરીભાભીનું પાત્ર મને મળ્યું એ માટે હું નિર્માતાની આભારી છું. દરેક પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે અને નિખરતું પણ જોવા મળે છે. દર્શકો દ્વારા અમને ભરપૂર પ્રેમ આપવામાં આવ્યો છે. સમગ્ર કલાકારોની ટીમ અદ્દભુત છે.

(10:06 am IST)