Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મને પાત્ર ગમી ગયું ને હા કહી દીધીઃ અક્ષય

અભિનેતા અક્ષય કુમાર અનેક ફિલ્મોના કામમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ અતરંગી રે પણ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ વિશે અક્ષયએ કહ્યું હતું કે હું આ અતરંગી રેમાં માત્ર એક મહત્વના પાત્ર તરીકે છું. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા સારા અલી ખાનની અને ધનુષની છે. આનંદ એલ. રાય નિર્દેશીત આ ફિલ્મ આગામી ૨૪મીએ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઇ રહી છે. અક્ષયે કહ્યું હતું કે ફિલ્મમાં હું નાનકડી પણ મહત્વની ભુમિકા નિભાવી રહ્યો છું. ખરા અર્થમાં કહુ તો આ ફિલ્મ ધનુષ અને સારાની છે. મને તો ફિલ્મની ઓફર થઇ ત્યારે જ પાત્ર ગમી જતાં મેં હા કરી દીધી હતી. રોલ ભલે નાનો હોય, પરંતુ સ્ક્રિપ્ટ પસંદ પડે તો હું ફિલ્મ કરવાની ના નથી પાડતો. આનંદ એલ. રાયને મને જણાવ્યું કે આ રોલ તો મારે જ કરવાનો છે.  મારી હા સાંભળીને તેઓ પણ અવાચક થઇ ગયા હતાં. ખાકી ફિલ્મમાં પણ મારો રોલ નાનો હતો. પણ મને ગમ્યો હતો.'મુઝસે શાદી કરોગી' અને 'હેરાફેરી'માં મારી હિરોઇન નથી હોતી. આવી ફિલ્મો મેં એટલા માટે કરી  હતી, કેમ કે મને એ ગમી હતી.

(10:07 am IST)