Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સલમાન ખાને 'બજરંગી ભાઈજાન'ની સિક્વલની કરી પુષ્ટિ : એસએસ રાજામૌલીના પિતા લખશે ફિલ્મની વાર્તા

મુંબઈ: દબંગ ખાન એટલે કે સલમાન ખાનની દરેક ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેની હિટ ફિલ્મોની યાદીમાં 'બજરંગી ભાઈજાન'નો સમાવેશ થાય છે. આ ફિલ્મને દેશભરના દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. અત્યારે સિક્વલ ફિલ્મોનો યુગ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં સલમાને ચાહકોને ભેટ આપી છે અને 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ વિશે માહિતી આપી છે. મુંબઈમાં ફિલ્મ 'RRR'નો પ્રી-રિલીઝ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં સલમાન ખાને ફિલ્મની સિક્વલની જાહેરાત કરી હતી. આ સિક્વલ 'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીના પિતા કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખવામાં આવશે.

(5:41 pm IST)