Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સોનારીકાએ વજન ઘટાડ્યું

ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીજીનો રોલ નિભાવી જાણીતી બનનારી અભિનેત્રી સોનારીકા ભદોરીયા બોલીવૂડના પરદે પણ પહોંચી ગઇ છે. તે હાલમાં ફરીથી પાતળી બની ગઇ છે અને વધુ કામગારી કાયાથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. સોનારીકાએ આવી કાયા માટે ખુબ કપરી મહેનત કરી છે. ગયા વર્ષે લોકડાઉનમાં ઘરમાં રહીને તેનું વજન ખુબ વધી ગયું હતું. આથી હવે તેણે વજન ઘટાડવા પર ભાર મુકયો હતો. તે કહે છે વજન ઘટી જતાં હું હવે અત્યંત હળવાશ અનુભવી રહી છું. જો કે હું કદી એવું સમજીને ચાલતી નથી કે આ ઇન્ડસ્ટ્રીમાં તમારે ચોક્કસ પ્રકારના ફરજીયાત દેખાવું જ જોઇએ. મેં આ કારણે વજન ઘટાડ્યું નથી. પરંતુ સ્વસ્થ રહેવું એ હાલના સમયમાં ખુબ જરૂરી છે. આથી મેં ગંભીરતા સમજીને સમયનો સદ્દઉપયોગ કરીને વજન ઘટાડવાને પ્રાથમિકતા આપી હતી. હાલમાં હું ફિલ્મો અને સિરીઝ જોઇ, પુસ્તકો વાંચીને સમય પસાર કરી રહી છું. ફેબ્રુઆરી-માર્ચમાં હું ઉત્તરાખંડમાં ફિલ્મના શુટીંગમાં હતી. ત્યાંથી પાછી આવી ત્યા કોરોના વધી ગયો હતો. કોરોના કાળમાં કામ મેળવવું પણ કઠીન છે. હું હવે કામની રાહમાં છું.

(10:16 am IST)