Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કરણ જોહર અને એકતા કપૂર બંને લગ્ન કરવાના હતાઃ કરણ જોહરે એક ઇન્ટરવ્યૂમાં મજાક-મજાકમાં કહી પણ દીધુ હતુ કે જો અમને બીજુ કોઇ નહીં મળે તો એકબીજા સાથે લગ્ન કરી લઇશુ

નવી દિલ્લીઃ ફિલ્મ દુનિયામાં કરણ જોહરનું મોટું નામ છે તો એકતા કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ક્વીન કહેવાય છે. બંને વચ્ચે વર્ષોથી સારી મિત્રતા રહી છે. ઘણીવાર મીડિયામાં તેમના અફેયર્સની ચર્ચા રહી છે. બંનેએ આમ તો ક્યારેય પ્રેમ હોવાનો સ્વીકાર કર્યો નથી. બંને એકબીજા સાથે લગ્ન કરશે તેવી વાતો તો વર્ષોથી એન્ટરટેઈનમેન્ટની ગલીઓમાં ચર્ચાનું કેન્દ્ર રહી છે.

કરણ જોહર અને એકતા કપૂરમાં વર્ષોથી ખૂબ જ સારી મિત્રતા રહી છે. આ બંને દરેક ઈવેન્ટ હોય કે પાર્ટી તેને ખૂલીને એન્જોય કરતા હોય છે. એકતા-કરણ ઘણીવાર ફેમિલી ફંકશનમાં સાથે જોવા મળ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બંને નિર્માતા મોટા પ્રોડકશન હાઉસના માલિક છે. બંને સેલેબ્રિટી ઘણીવાર સોશિયલ મીડિયામાં ફોટા મૂકતા હોય છે.

કરણ જોહરે એક ઈન્ટરવ્યૂમાં મજાક મજાકમાં વાત કરી હતી કે- જો અમને બીજુ કોઈ નહીં મળે તો એકબીજા સાથે લગ્ન કરી લઈશું. હા બંનેએ એકબીજાના પ્રેમમાં હોવાનો સ્વીકાર કર્યો નથી. કરણ જોહરે વધુમાં કહ્યુ હતું કે મારા અને એકતાના લગ્ન થાય તો સૌથી વધારે ખુશી મારી માતાને થાય, કેમ કે તેઓ એકતા કપૂરની સિરીયલના બહુ મોટા ફેન્સ રહ્યા છે, ત્યારે તેમને એડવાન્સમાં ખબર પડી શકે કે સિરિયલના આગળના એપિસોડમાં  ખબર પડે કે શું જોવા મળશે.

પ્રોડ્યુસર કરણ જોહર જેટલા ફેમસ તેમની ફિલ્મો માટે છે તેટલા જ ન્યૂ કમર્સને લોન્ચ કરવા માટે જાણીતા છે. તેમને આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સહિત અનેક કલાકારોને લોન્ચ કર્યા છે. કરણ જોહરે તેમના ઈન્ટરવ્યૂમાં મહત્વની વાતો કરી છે જેમાં તેને કહ્યું કે- તે બાળપણથી ઘણી બાબતોમાં અસહજ હતા, પરંતું તેમના માતા-પિતાનો ઘણો સપોર્ટ રહ્યો છે. તેમને ક્યારેક મને લાગવા નથી દીધું કે હું દુનિયાથી અલગ છું.

(4:43 pm IST)