Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સોનમ કપૂરે રાકેશ ઓમપ્રકાશ મેહરાની આત્મકથા પુસ્તક 'ધ સ્ટ્રેન્જર ઇન મીરર' નો પહેલો લુક કર્યો શેર

મુંબઈ: દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મેહરા હવે લેખક તરીકે તેમના પુસ્તકનું લોકાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી સોનમ કપૂર આજે રાકેશ ઓમપ્રકાશ મેહરાની આત્મકથા પુસ્તકનો પહેલો લુક શેર કરતી જોવા મળી હતી. સોનમે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પુસ્તકનો પહેલો લુક પોસ્ટ કર્યો. તમને જણાવી દઈએ કે સોનમે રાકેશ સાથે ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' માં કામ કર્યું છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની આત્મકથા પુસ્તક 'સ્ટ્રેન્જર ઇન મિરર' 27 જુલાઇના રોજ રીલિઝ થશે. આજે ફક્ત પુસ્તકનો દેખાવ શેર કરવામાં આવ્યો હતો. પુસ્તક રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. પુસ્તક રાકેશ તેમજ લેખક રીટા રામામૂર્તિ ગુપ્તા દ્વારા લખાયેલું છે.

(6:14 pm IST)