Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કવિતાભાભીની એન્ટ્રી થશે બિગ બોસમાં

ડિજીટલ પ્લેટફોર્મ ઉલ્લુ, એમએકસ પ્લેયર પરની વેબ સિરીઝમાં કવિતા ભાભીનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી કવિતા રાધેશ્યામ બિગ બોસ-૧૪માં જોવા મળે તેવી શકયતા છે. વેબ સિરીઝ કવિતા ભાભી થકે જાણીતી બનેલી કવિતાને બિગ બોસ માટે ઓફર થઇ ચુકી છે. સપ્ટેમ્બરમાં શરૂ થનારા રિયાલીટી શોનો હાલમાં પ્રોમો દેખાડવાનું શરૂ થઇ ગયું છે. અન્ય સેલિબ્રિટીઝમાં શિવીન નારંગ પણ આ શો સાઇન કરશે તેવી ચર્ચા છે. બીજી તરફ ટીવી પરદાની ખુબસૂરત અભિનેત્રી જેનિફર વિંગેટે આ શોની ઓફર ઠુકરાવી દીધી છે. તેને બિગ બોસ-૧૪માં ભાગ લેવા માટે ત્રણ કરોડ રૂપિયા ઓફર થયા હતાં. આમ છતાં જેનિફર ભાગ લેવા તૈયાર થઇ નથી. કવિતા રાધેશ્યામની લોકપ્રિયતા તેની વેબ સિરીઝને કારણે વધી ગઇ છે. નિર્માતા શોમાં ગ્લેમર્સનો મસાલો ભભરાવવા કવિતાને લાવી રહ્યા છે. આ પહેલા સની લિયોની, રાખી સાવંત, શર્લિન ચોપડા, કાશ્મીરા શાહ જેવી હોટ અભિનેત્રીઓ શોમાં દેખાઇ ચુકી છે. અગાઉ બિગ બોસ ૬ વખતે કવિતાએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ઓફર નકારી કાઢી હતી. કવિતા અગાઉ ફિલ્મ મૈં હું રજનીકાંતને કારણે પણ ચર્ચામાં આવી હતી.

(9:49 am IST)