Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

માતાના રોલમાં સુચેતા ત્રિવેદી

ટીવી પરદે ફરીથી નવા એપિસોડ શરૂ થઇ ગયા છે અને નવા શોની પણ એન્ટ્રીઓ થવા માંડી છે. સોની ટીવી પર હવે 'ઇન્ડિયાવાલી મા' નામનો શો આવી રહ્યો છે. આ શોમાં એ વાતની પ્રતિતી કરાવવામાં આવી છે કે ભલે તમે ગમે એટલા મોટા થઇ જાવ, તમારે કોઇપણ ઉમરે માતાની જરૂર હમેંશા પડવાની જ છે. આ સિરીયલમાં માતાનો રોલ અભિનેત્રી સુચેતા ત્રિવેદી ભજવી રહ્યા છે. અગાઉ સુચેતાએ બા બહૂ ઓૈર બેબીમાં મિનાક્ષી ઠક્કરનો રોલ નિભાવી ઘર-ઘરમાં ઓળખ ઉભી કરી હતી. છેલ્લે તે ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરમાં પણ જોવા મળી હતી. સુચેતાએ કહ્યું હતું કે ઇન્ડિયાવાલી મા સિરીયલમાં મારા પાત્રનું નામ કાકુ છે. આ એવી મા છે જે બાળકોની વાત આવે ત્યારે કોઇપણ પડકાર કે મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હોય છે. મારું આ પાત્ર ખુબ જ ભાવુક અને ઉંડાણભર્યુ છે. શોમાં સુચેતાના પુત્રનો રોલ અભિનેતા અક્ષય મ્હાત્રે નિભાવી રહ્યો છે.  સાથે શીન દાસ, સુનિલ સિંઘ, સુભાંશી રઘુવંશી, વંદના લાલવાણી પણ ખાસ રોલમાં છે.

(9:50 am IST)