Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

મનિષ પોલની બિન્દાસ્ત અને દિલચશ્પ શૈલી

અભિનેતા મનિષ પોલ પોતાના હસમુખા સ્વભાવ અને આગવી શૈલીથી શોનું સંચાલન કરવા માટે જાણીતો છે. તે ટીવી શોના મંચ પર હોય કે સોશિયલ મિડીયા પર હોય હમેંશા તેના પ્રશંસકો, ચાહકોને હાસ્યનો ડોઝ આપતો રહે છે. તેની દિલચશ્પ પોસ્ટ અને કહાનીઓ પણ આકર્ષિત કરતી રહે છે. તાજેતરમાં મનિષ પોલીે જેનિફર લોપેજની તસ્વીર પોસ્ટ કરી સનસની ફેલાવી હતી. આ જોતાં લાગે છે કે મનિષને જેનિફર લોપેજ પ્રત્યે ક્રશ છે, તે તેના પર ફિદા છે. તેણે જેનિફરની તસ્વીરો પોતાના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરી પોતાની બિન્દાસ્ત શૈલી અને વ્યકિતત્વને રજૂ કર્યા હતાં. તેની અન્ય અપલોડ થયેલી કહાનીઓમાં તે પોતાના માથાના વાળ માટે પ્રેમ દેખાડતો હોવાની વાત છે. જેનિફરની તસ્વીરો પોસ્ટ કરી તેના પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડવા મનિષે રમણિય ઇમોજીસનો પણ ઉપયોગ કર્યો છે. આ જોતાં લાગે છે કે મનિષ જેનિફરનો મોટો ચાહક છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે મનિષની લાગણીનો જેનિફર પણ જવાબ આપશે.

(9:50 am IST)