Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

દિપીકા પાદુકોણને મળી મોટી ઓફર

બોલીવૂડમાં ટોચનું સ્થાન ધરાવતી અભિનેત્રી દિપીકા પાદુકોણ હોલીવૂડમાં પણ કામ કરી ચુકી છે. હવે તે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે એક ફિલ્મ કરશે તેવી ચર્ચા છે. બાહુબલી ફેઇમ પ્રભાસની ફિલ્મ આદિપુરૂષ એનાઉન્સ થઇ ચુકી છે. કરોડોના ખર્ચે તૈયાર થનારી આ ફિલ્મ હિન્દી, તેલુગુ ભાષાં બનશે અને અનેક ભાષાઓમાં ડબ કરી રિલીઝ કરવામાં આવશે.  ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે. જેણે અજય દેવગણ સાથે તાન્હાજી-ધ અનસંગ વોરિયર જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. અજયની કારકિર્દીમાં આ ફિલ્મ સોૈથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી હતી. જો કે પ્રભાસની ફિલ્મ માટે હજુ હિરોઇન નક્કી થઇ નથી. પણ દિપીકા સાથે વાત ચાલી રહી છે. દિપીકાને ઓફર કરવામાં આવી છે પરંતુ હજુ તેણે હા કહ્યું નથી. દિપીકાને લાગે છે કે પ્રભાસ જેવા હીરો સાથે કામ કરવામાં પોતાને કરવા જેવું કદાચ વધુ કંઇ નહિ હોય.   પણ તેને વિશ્વાસ અપાયો છે કે તેનો રોલ ખુબ મજબુત હશે. ફિલ્મના નિર્માતા ભુષણ કુમાર છે. આવતા વર્ષના પ્રથમ મહિનામાં શુટીંગ શરૂ થઇ જશે. (૧૪.૨૧)

(9:50 am IST)