Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ઉર્ફી જાવેદે બોલ્ડનેસની બધી હદ પાર કરીઃ પેન્ટનું બટન -જિપ ખોલી પહોંચી એરપોર્ટ

વિડિયો વાયરલ : લોકોએ પુછ્યું આ કઇ ફેશન છે ?

મુંબઈ,તા.૨૧: ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'ની એકસ સ્પર્ધક ઉર્ફી જાવેદ ટીવી સ્ટાર હોવાની સાથે-સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં મોટું નામ છે. ઉર્ફી સોશિયલ મીડિયા ઇંફ્લુએંસર છે. તે પોતાના શાનદાર ડ્રેસિંગ સેન્સ દ્વારા ચર્ચામાં રહે છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી તેના ડ્રેસિંગ સેન્સને લઇને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં તે એરપોર્ટ પર અલગ અંદાજમાં જોવા મળી હતી.

ઉર્ફી જાવેદ ફરી એક વખત પોતાના ડ્રેસના કારણે ટ્રોલનો શિકાર બની રહી છે. હંમેશા પોતાના આઉટફિટ્સના કારણે ચર્ચામાં રહેનારી ઉર્ફીને હવે જીન્સને લઇને સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફીએ જે જીન્સ પહેર્યું છે તેનું બટન ખુલ્લું છે. આ વાતને લઇને લોકો ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે તેના વીડિયોમાં કોમેન્ટ કરતા લખ્યું કે આ કઇ ફેશન છે કે જીન્સનું બટન ખુલ્લું છે.

અન્ય એક યૂઝરે લખ્યું કે શું તે હંમેશા એરપોર્ટ અટેન્શન મેળવવા માટે જાય છે. એક યૂઝરે લખ્યું કે કાશ, ઇંસ્ટામાં પણ ડિસલાઇકનું ઓપ્શન હોત તો. 'બિગ બોસ ઓટીટી'નો ભાગ રહેલી ઉર્ફી જાવેદ પોતાના અવનવા ડ્રેસિંગના કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે ઉર્ફીના સોશિયલ મીડિય પર ઘણા ફોલોઅર્સ છે. ઇંસ્ટાગ્રામ પર ઉર્ફીને ૧૫ લાખથી વધારે લોકો ફોલો કરે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરીને હંમેશા ચર્ચામાં રહે છે.

આ પહેલા પણ તે જયારે એરપોર્ટ પર સ્પોટ થઇ તો તેણે તેની બ્રા ફ્લોન્ટ કરી હતી. ઉર્ફીએ ડેનિમ જેકેટ પહેર્યું હતું જે આગળનાં ભાગેથી એટલી નાની હતી કે તેની સ્પોર્ટ્સ બ્રા નજર આવતી હતી. જે અંગે એકટ્રેસનાં ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. યૂઝર્સે તો અહીં સુધી કહી દીધુ કે ઉર્ફી આ બધુ પબ્લિસિટી માટે કરે છે. ત્યારે ઉર્ફી જાવેદે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો તે પબ્લિસિટી ઇચ્છતી તો કપડાં પહેર્યા વગર જ એરપોર્ટ પર ગઈ હોત. 

(10:06 am IST)