Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કદી આવુ પાત્ર નહોતું ભજવ્‍યું: રજનીશ

અભિનેતા રજનીશ દુગ્‍ગલે ફિલ્‍મો પણ કરી છે. હવે તે એક ટીવી શોમાં મુખ્‍ય ભુમિકા નિભાવી રહ્યો છે. તેણે અત્‍યાર સુધી પોૈરાણિક-ઐતિહાસિક સિરીયલોમાં કામ કર્યુ છે. તે કહે છે હવે પહેલી વખત હું ડેઇલી શોપનો ભાગ બન્‍યો છું. રજનીશ સંજોગ નામની સિરીયલમાં મુખ્‍ય ભુમિકામાં છે. તે કહે છે અસલી જિંદગીમાં પણ હું પતિ અને પિતા હોવાથી રાજીવના પાત્ર સાથે ઘણી બાબતોથી સંકળાયેલો છું. મારા આ પાત્રમાં સરપ્રાઇઝ છે અને પડકારજનક પણ છે. મેં કારકિર્દીમાં પોૈરાણિક પાત્રો જ ભજવ્‍યા હતાં. રાજીવ જેવુ પાત્ર ભજવવાની મને તક જ નહોતી મળી. આ પાત્રમાં હું મારી જાતને જોઇ શકુ છું. આ પાત્રને હું મારો અંગત ટચ પણ આપી શકીશ. ભલે આ ફેમિલી ડ્રામા છે પણ કહાની નવા પડાવ સાથે આગળ વધતી રહેશે. હું હમેંશા આવા દમદાર અને હટકે વિષયનો ભાગ બનવા ઇચ્‍છતો હતો. સંજોગમાં રજનીશ બિઝનેસમેન રાજીવના રોલમાં છે. જે પત્‍નિની મદદથી જ્‍વેલરીનો બિઝનેસ કરે છે.

(10:21 am IST)