Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

હવે મને ઘણા પ્રોજેક્‍ટ મળે છેઃ હેમંત ખેર

મુળ ગુજરાતી એવા હેમંત ખેર વીસ વર્ષથી મનોરંજનની દુનિયામાં છે. તે કહે છે વેબ સિરીઝ સ્‍કેમ ૧૯૯૨ કર્યા પછી લોકો મને ગ્રેટ એક્‍ટર કહીને બોલાવે છે. હાલમાં જ હેમંતની ગુજરાતી વેબ સિરીઝ આઝાદ રિલીઝ થઇ છે. તે કહે છે આઝાદ પહેલા મેં કદી કોઇ ગુજરાતી પ્રોજેક્‍ટમાં કામ કર્યુ નહોતું. સ્‍કેમમાં મને લેવાની વાત હતી ત્‍યારે પણ હંસલ મહેતાને મારા ગુજરાતી હોવાની શંકા હતી. મોટા ભાગના લોકો મને સાઉથનો સમજે છે. આઝાદમાં મને મારા હોમટાઉન સુરતની સુરતી ભાષા બોલવાની તક મળી છે. મેં વેબ સિરીઝ સ્‍કેમ કરી એ પહેલા રાઇટર અને ક્રિએટીવ ડિરેક્‍ટર તરીકે પણ કામ કર્યુ હતું. હવે મને હિન્‍દી ઉપરાંત ગુજરાતી પ્રોજેક્‍ટ પણ મળવા માંડયા છે. મારી પ્રોફેશનલ લાઇફને સ્‍કેમ ૧૯૯૨ પછી વેગ મળી ગયો છે. મારી ઇચ્‍છા એવી એક ફિલ્‍મ બનાવવાની છે જે સામાન્‍ય માણસ પણ સમજી શકે. અભિનય કારકિર્દી હું ચાલુ જ રાખીશ. માતાએ એક વખત સ્‍કૂલમાં મને શ્રવણ કુમારનો અભિનય કરાવ્‍યો હતો. તેમના કારણે જ હું અભિનયના ક્ષેત્રમાં છું.

(10:22 am IST)