Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વધુ પડતા એવા સિન ન કરી શકુઃ શિલ્‍પા

શિલ્‍પા શિંદેને લોકો ટીવી શો ભાભીજી ઘર પર હૈને કારણે ઘર ઘરમાં ઓળખતા થઇ ગયા હતાં. તેણે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. શિલ્‍પા ઘણા સમયથી અભિનયથી દુર હતી. તે અંગે તેણે કહ્યું હતું કે કામની ઓફર ઘણી હતી, પરંતુ કામ ગમવું તો જોઇએ ને. પેટ ખાતર અમુક બાબતોમાં સમાધાન કરવું પડે છે. ઝલક દિખલા જા શો ગમ્‍યો તો એમાં સ્‍પર્ધક બની ગઇ હતી. ઓટીટી પ્‍લેટફોર્મ વિશે તેનું કહેવું છે કે હું બે પ્રોજેક્‍ટ કરી રહી છું. અગાઉ તે પોૈરષપુરમાં રાણીનો રોલ નિભાવી ચુકી છે. જે દર્શકોને પસંદ પડયો હતો. જો કે તે સ્‍પષ્‍ટ કહે છે કે વધુ પડતાં બોલ્‍ડ સિન હું આપી શકતી નથી. મારા પર કોઇની રોકટોક નથી, પરંતુ હું પોતે જ આ પ્રકારના સીન કરવા આગળ વધી શકતી નથી. તે કહે છે નવરાશના સમયમાં મેં કર્જતમાં ફાર્મ હાઉસ બનાવ્‍યું છે ત્‍યાં જઇને સમય પસાર કરુ છું. નવા છોડ રાપુ છું. ફિટ રહેવા માટે કામ કરવું જરૂર છે. હું ઘરનું બધુ કામ જાતે કરુ છું.

(10:23 am IST)