Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કરીના ૪૧૩ કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે

બંગલો...મોંઘા વાહનો અને કરોડોની કમાણી કરે છે : કરીના કપૂર આજની તારીખે વાર્ષિક ૭૩ કરોડ રૂપિયાની કમાણી કરે છે

મુંબઇ,તા. ૨૧ : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ઈન્‍ડસ્‍ટ્રીમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે. અભિનેત્રીઓ ભલે ફિલ્‍મો ન કરતી હોય પરંતુ તેમની જયોત ઇન્‍ડસ્‍ટ્રીમાં રહે છે. તેણે ઘણી સંપત્તિની સાથે સાથે ખ્‍યાતિ પણ કમાઈ છે. ઘણી સુપરહિટ ફિલ્‍મો આપનાર આ અભિનેત્રી લાખો દિલો પર રાજ કરે છે. આટલું જ નહીં, તે કમાણીને લઈને પતિ સૈફ અલી ખાન સાથે પણ સ્‍પર્ધા કરે છે. ફિલ્‍મો ઉપરાંત તે સ્‍ટેજ શો અને જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. તો ચાલો આજે તમને તેની નેટવર્થ વિશે જણાવીએ.

કરીના કપૂરની કમાણી અને સંપત્તિ કોઈપણ બાબતમાં તેના પતિ સૈફથી ઓછી નથી. ફિલ્‍મ રેફયુજીથી કરિયરની શરૂઆત કરનાર કરીના ૪૧૩ કરોડ રૂપિયાની સંપત્તિની એકમાત્ર માલિક છે. કરીના કપૂર ફિલ્‍મો માટે તગડી ફી લે છે અને તે ઘણી પ્રોડક્‍ટ્‍સની જાહેરાત કરે છે. જાહેરાત માટે પણ કરીના કરોડો રૂપિયા લે છે.

સૈફ અલી ખાનની પત્‍નીને પણ મોંઘા વાહનોનો શોખ છે. તેની પાસે રૂ. ૯૩ લાખની Audi Q7 કાર અને રૂ. ૧.૪૦ કરોડની મર્સિડીઝ બેન્‍ઝ એસ ક્‍લાસ છે. તમને જણાવી દઈએ કે કરીના પાસે રેન્‍જ રોવર સ્‍પોર્ટ SUV અને Lexus LX ૪૭૦ છે, જેની કિંમત ૨.૩૨ કરોડ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, કરીના કપૂર આજની તારીખે વાર્ષિક ૭૩ કરોડ રૂપિયાની કમાણી કરે છે. તે મુંબઈમાં તેના પતિ સૈફ અલી ખાનના ઘરે રહે છે, પરંતુ તેની પાસે મુંબઈમાં ઘણા ફલેટ પણ છે, જેની કિંમત ૪.૨ કરોડ રૂપિયા છે અને અન્‍ય બે બંગલા છે જેની કિંમત લગભગ ૬ કરોડ રૂપિયા છે. સ્‍વિત્‍ઝર્લેન્‍ડમાં તેનું રજાઓનું ઘર પણ છે.

(10:34 am IST)