Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગુડ્ડુભૈયા ચડશે ઘોડીએઃ ભોલી પંજાબન સાથે કરશે લગ્નઃ લાંબા સમયથી પ્રેમમાં ગળાડૂબ કપલ આખરે પરણી જશે

બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અલી ફઝલ સાથે ૪ ઓક્‍ટોબરના રોજ લગ્ન કરશે

મુંબઇ,તા. ૨૧ : અભિનેત્રી રિચા ચઢ્ઢા તેના પ્રેમી અલી ફઝલ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને જયારે ચાહકો તેમના લગ્ન કેવા હશે તે વિશે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે,  જાણવા મળ્‍યું છે કે તેના લગ્નની તારીખ ૪ ઓક્‍ટોબર છે.

તેમના લગ્નના રિવાજો ૩૦ સપ્‍ટેમ્‍બરથી શરૂ થશે. લગ્ન પહેલાના ત્રણ ફંક્‍શન્‍સ - કોકટેલ, સંગીત અને મહેંદી થવાની સંભાવના છે. આ  ત્રણેય પ્રસંગો નવી દિલ્‍હીમાં યોજાય તેવી શક્‍યતા છે.

આ દરમિયાન સમાચારો સામે આવી રહ્યા છે કે  રિચા ચઢ્ઢાના લગ્ન માટે આભૂષણો બિકાનેરના એક ૧૭૫ વર્ષ જૂના જવેલર પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવશે, જે દુલ્‍હનના આભૂષણો બનાવવા માટે પ્રચલિત છે.  દિલ્‍હીના સમારોહ માટે, રિચાના આભૂષણોને તૈયાર કરવામાં આઆવી રહ્યા છે. 

બંનેનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ભારતના સૌથી જૂના ક્‍લબમાં થશે. આ ક્‍લબ દિલ્‍હીના જીમખાના ક્‍લબના નામથી પ્રચલિત છે. ૧૯૧૩માં ક્‍લકબની સ્‍થાપના થઈ હતી. એવું કહેવાય છે કે અહીં સભ્‍યપદ માટે લગભગ ૩૭ વર્ષનું વેઇટિંગ લિસ્‍ટ છે.

(10:39 am IST)