Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ક્રિસમસમાં આવશે ‘સર્કસ'

ફિલ્‍મમાં અજય દેવગણ અને દીપિકા પાદુકોણ સ્‍પેશ્‍યલ રોલમાં જોવા મળશે

મુંબઇ,તા. ૨૧ : રણવીર સિંહની ‘સર્કસ'ક્રિસમસ દરમ્‍યાન રિલીઝ થવાની છે. એની જાહેરાત સોશ્‍યલ મીડિયામાં કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્‍મમાં રણવીર સાથે જોની લીવર, સંજય મિશ્રા, વરુણ શર્મા અને સિદ્ધાર્થ જાધવ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્‍મમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણ સ્‍પેશ્‍યલ રોલમાં જોવા મળશે. ટીમને જોઈને અંદાજ આવી જાય છે કે આ ફિલ્‍મ લોકોને ભરપૂર હસાવશે અને એમાં કોઈ શંકા નથી. ફિલ્‍મની ટીમ સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને રણવીરે કેપ્‍શન આપી હતી, ‘આ કોમેડીના બાદશાહ છે. આ ક્રિસમસ દરમ્‍યાન ‘સર્કસ'રિલીઝ થવાની છે.' 

(10:42 am IST)