Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઈમલી ફેમ ફહમાન ખાન બન્યો મ્યુઝિક વિડિયો ડિરેક્ટર : સુમ્બુલ તૌકીર કરશે સપોર્ટ

મુંબઈ: ફહમાન ખાન અને સુમ્બુલ તૌકીર 'ઇશ્ક હો ગયા' ગીતમાં ફરી એકવાર રોમાન્સ કરતા જોવા મળશે. ટીવીના પોપ્યુલર શો ઇમલીમાં આર્યન અને ઇમલીની વાર્તાનો અંત આવી ગયો હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેમનો સંબંધ હજુ પૂરો થયો નથી. ઇમલી શોમાં આર્યનનું પાત્ર ભજવનાર ફહમને પોતાના ખભા પર મોટી જવાબદારી લીધી છે. ફહમાન ટૂંક સમયમાં જ ડાયરેક્શનની દુનિયામાં પહેલું પગલું ભરવા જઈ રહ્યો છે.

(6:46 pm IST)