Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે ઉત્સુક છે આયુષ્માન ખુરાના : થઇ રહ્યો છે ઉતાવળો

મુંબઈ: આયુષ્માન પોતાના શ્રેષ્ઠ ગીતો ગાઈને દર્શકોના દિલ જીતી રહ્યો છે. વીડિયો શેર કરતા નીચે કેપ્શનમાં આયુષ્માને લખ્યું કે હું મારા ગીગ્સને ખૂબ મિસ કરું છું. કેટલાક શાનદાર ગીતો ટૂંક સમયમાં આવી રહ્યા છે.એક્ટર હોવા ઉપરાંત આયુષ્માન ખુરાના એક મહાન ગાયક પણ છે. ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે આયુષ્માન દર્શકોની વચ્ચે તેમના માટે પરફોર્મ કરવાનું ચૂકી જાય છે. જૂના દિવસોને યાદ કરતાં આયુષ્માને તેના ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો જેમાં તે 1990ની ફિલ્મ 'દિલ'નું ગીત 'ખંબે જૈસી ખડી હૈ' ગાતો જોવા મળી રહ્યો છે.

(6:49 pm IST)