Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાનીએ પુરું કર્યુ 'મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે'નું શુટીંગ

આ એક 'મા'ની કહાની છેઃ શુટીંગ વખતે હું લાગણીઓના પુરમાં વહી હતીઃ રાની મુખર્જી

મુંબઇ તા. ૨૧: રાની મુખર્જીએ પોતાની આગામી ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'નું શુટીંગ પુરૂ કરી લીધું છે. એમ્મે એનટરટેઇનમેન્ટ અને ઝી સ્ટુડિયોઝની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારીત છે.  જેણે વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યો હતો. ફિલ્મનું શુટીંગ એસ્ટોનિયા અને ભારતના ઘણા ભાગોમાં કરવામાં આવ્યું છે. શુટીંગ પુરૂ થતાં સમગ્ર ક્રુ અનેકાસ્ટની ટીમે ઉજવણી કરી હતી.

રાની મુખર્જીએ કહ્યું હતું કે આ એક પ્રેમાળ સંજોગ છે. મેં મિસીસ ચેટજર્વી વર્સેસ નોર્વેનું શુટીંગ એ દિવસે જ પુરું કર્યુ છે જે દિવસે મારી પહેલી હિન્દી ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' રિલીઝ થઇ હતી. આ ફિલ્મની માની પ્રેરણાદાયી કહાની છે. જે પોતાના બાળકો માટે દેશ સાથે લડે છે. હું શુટીંગ વખતે લાગણીઓના ધસમસતા પ્રવાહમાંથી પસાર થઇ છું. નિર્માતા મોનિશા અડવાણી, મધુ ભોજવાણી અને નિખીલ અડવાણી તેમજ ઝી સ્ટુડીયો તથા નિર્દેશક આશિમા છીબ્બર સાથે શુટીંગ કરવામાં ખુબ મજા આવી હતી. મને આશા છે કે આ ફિલ્મ બધાને ખુબ ગમશે. ફિલ્મ રિલીઝની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(2:35 pm IST)