Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ફિલ્મકાર કરણ જોહરની ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરશે શનાયા કપૂર

મુંબઈ: બોલિવૂડના ફેમસ સ્ટારકિડ્સની યાદીમાં સમાવિષ્ટ અભિનેતા સંજય કપૂર અને મહેપ સંધુની પુત્રી શનાયા કપૂર બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પિતરાઇ બહેન જ્ન્હવી કપૂર બાદ હવે શનાયા કપૂર પણ ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મમાંથી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પગ મૂકશે. ખુદ કરણ જોહરે સોનિયલ મીડિયા પર શનાયાની કેટલીક સનસનાટીભર્યા તસવીરો શેર કરીને માહિતી આપી હતી. ટ્વિટર પર તસવીરો શેર કરતા કરણે લખ્યું છે - 'ડીસીએ ટીમમાં શનાયાનું સ્વાગત છે. જુલાઈમાં ધર્મ મૂવીઝથી શરૂ થનારી તમારી પહેલી ફિલ્મની યાત્રા યાદગાર અને રોમાંચક બની રહેશે. '

(5:45 pm IST)