Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

હવે અહિ પરિવર્તન આવ્‍યું છેઃ વિદ્યા

 

અભિનેત્રી વિદ્યા બાલનની છેલ્લે આવેલી ફિલ્‍મ જલસા લોકોને ખુબ ગમી છે. વિદ્યાએ ફરી એક વખત સાબિત કર્યુ છે કે મહિલા કેન્‍દ્રીત ફિલ્‍મો માટે તે નિર્માતાઓની ટોપ ચોઇસમાંથી એક છે. વિદ્યા કહે છે ઘણીવાર સાચુ બોલવાથી આપણે ફસાઇ જતાં હોય છીએ, આ કારણે હું ઘણીવાર સાચુ નથી બોલી શકતી તેનું બને દુઃખ રહે છે. વિદ્યાએ અભિનય કારકિર્દીની શરૂઆત ટીવી પરદેથી કરી હતી. તેણે ટીવી શોમાં પહેલી જ વખત કામ કર્યુ ત્‍યારે રૂપિયા બારસો મહેનતાણુ મળ્‍યું હતું. એ રકમમાંથી મેં મારી બહેન માટે ઇયરીંગ ખરીદી હતી. જે મને આજે પણ યાદ છે. આપણી ઇન્‍ડસ્‍ટ્રીમાં પહેલા મહિલા કેન્‍દ્રીત ફિલ્‍મો બહુ જ ઓછી બનતી હતી. પુરૂષો જ આપણા હીરો હતાં. પણ હવે આવુ નથી. અહિ હવે ખુબ મોટુ પરિવર્તન આવી ગયું છે. પરદા પર પણ તેને આપણે જોઇ શકીએ છીએ. મહિલાઓના કામની પણ અહિ નોંધ લેવામાં આવી રહી છે. સિનેમામાં તેનો પ્રભાવ પણ વર્તાઇ રહ્યો છે.

(2:51 pm IST)