Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મારુ સપનુ પુરૂ થઇ ગયું છેઃ સિમરન

 

ટીવી શો અગર તુમ ન હોતે'માં મુખ્‍ય ભુમિકા નિભાવી રહેલી સિમરન કોૈરની ઇચ્‍છા પહેલેથી જ અભિનેત્રી બનવાની હતી. તેણે કહ્યું હતું કે મારું લક્ષ્ય અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું જ હતું. અહિ મને અલગ અલગ ભુમિકા નિભાવવા મળી રહી છે તેની ખુશી છે. હું જે ઇચ્‍છતી હતી તે મળી ગયું છે અને મારુ સપનુ પુરુ થયું છે. લોકપ્રિય કાર્ટુન સિરીઝ ડોરેમોનમાં નોબિતાનો અવાજ સિમરને આપ્‍યો છે. આ વિશે તે કહે છે કે હું દસ વર્ષની હતી ત્‍યારે નોબિતાના પાત્રને અવાજ આપવાનું કામ શરૂ કર્યુ હતું. સ્‍કૂલમાં જેને પણ ખબર પડતી કે હું નોબિતાનો અવાજ છું ત્‍યારે તેઓ નોબિતાનો લોકપ્રિય ડાયલોગ મારી પાસે બોલાવતાં હતાં. સિમરન એમ પણ કહે છે કે જો હું કદાચ અભિનેત્રી ન હોત તો ડોક્‍ટર અથવા પાયલોટ હોત. મને આકાશમાં ઉડવું પણ ખુબ ગમે છે. કોલેજની પરિક્ષા વખતે જ ટીવી શો અગર તુમ ન હોતે માટે મુખ્‍ય રોલ ઓફર મળતાં હું સવારે છ વાગ્‍યાથી બપોર સુધી શુટીંગ કરી બાદમાં પરિક્ષા આપવા જતી હતી. દિલ્‍હી યુનિવર્સિટીમાંથી સોશિયોલોજીમાં બેચલર ડિગ્રી તેણે મેળવી છે.

(2:52 pm IST)