Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

શિસ્‍ત ખુબ જરૂરી હોય છેઃ નિકીતા દત્તા

 

અભિનેત્રી નિકીતા દત્તા કહે છે કે મનોરંજનના ફિલ્‍ડમાં શિસ્‍તનું ખુબ મહત્‍વ છે. શિસ્‍તના અભાવે આપણે અમુક વસ્‍તુ  પ્રાપ્‍ત કરી શકતા નથી. ડાયેટ, વર્કઆઉટ જેવી બાબતમાં પણ શિસ્‍તનું મહત્‍વ છે. સવારે વહેલા ઉઠવાનો નિયમ હું આજે પણ પાળુ છું. નિકીતાએ બાળપણ અંગે વાત કરતાં કહ્યું હતું કે મારો પરિવાર નેવી ફેમિલીમાંથી છે, આ કારણે મારો પરિવાર કડકાઇ ભરેલુ વલણ અપનાવનારો અને શિસ્‍તનું પાલન કરનારો હતો. બાળપણમાં મેં કદી પણ સ્‍કૂલના વર્ગ છોડયા નથી. મેં કદી ચીટીંગ કર્યુ નથી. ઘરમાં કડક વાતાવરણ હોવાથી મને બાળપણને પુરેપુરું માણવાની તક મળી હતી. નિકીતા દત્તાએ ૨૦૧૪માં ફિલ્‍મ લેકર હમ દિવાના દિલથી શરૂઆત કરી હતી. એ પછીના વર્ષે તેણે ટીવી પરદે ડ્રીમ ગર્લ શોથી શરૂઆત કરી હતી. ગયા વર્ષે તેની બે ફિલ્‍મો ધ બીગ બૂલ અને દેબૂક આવી હતી. હવે તે રોકેટ ગેંગ નામની ફિલ્‍મ કરી રહી છે. કબીરસિંઘમાં પણ તે ખાસ રોલમાં જોવા મળી હતી. તે વેબ સિરીઝ પણ કરી ચુકી છે.

 

(2:54 pm IST)