Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના બબીતાજીએ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર બોલ્‍ડ વીડિયો શેર કરતા ધુમ મચી ગઇ

‘હું આને લૂપ ઉપર વગાડી રહી છું' તેમ કહીને અનેક લોકોને દંગ કર્યા

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી મુનમુન દત્તાએ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર શાનદાર બોલ્‍ડ ડાન્‍સ રજુ કરી લોકોમાં દિલ જીતી લીધા છે. વીડિયો શેર કરતા જ વાયરલ થઇ ગયો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજીની ભૂમિકા ભજવતી મુનમુન દત્તાએ શાનદાર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ડેમી લોવાટોના કૂલ ફોર ધ સમર નામના સોન્ગ પર બોલ્ડ ડાન્સ કર્યો. આ વીડિયો શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. થોડા કલાકોમાં જ લાખો લાઈક્સ પણ મળી ગઈ છે. આ બોલ્ડ ડાન્સ પર લોકો અવનવા રિકેક્શન આપી રહ્યા છે. અને વીડિયોને શેર પણ કરી રહ્યા છે.

મુનમુન દત્તાનો વીડિયોમાં બોલ્ડ ડાન્સઃ

મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને એક ટી-શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. એકદમ બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ લખ્યું કે, હું આને લૂપ પર વગાડી રહી છું. આ સાથે તેમણે અનેક લોકોને ટેગ પણ કર્યા છે. મુનમુન દત્તાનો આ વીડિયો ફેન્સે અમેઝિંગ, નાઈસ, હોટ, બ્યૂટિફૂલ અને ગોર્ઝિયસ જેવી કોમેન્ટ કરી. જ્યારે એક ફેન્સે લખ્યું કે, સો પ્રિટી!

ટીશર્ટ પહેરીને હોટ ડાન્સઃ

મુનમુન દત્તા વીડિયોમાં ટીશર્ટ પહેરીને હોટ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને શાનદાર મેકઅપ પણ કરેલો છે.તેમનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

મુનમુન દત્તા રાજ અનાદકરને કરી રહી છે ડેટઃ

મુનમુન દત્તા હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ભૂમિકામાં ટપ્પૂનો રોલ કરતા રાજ અનાદકટને ડેટ કરી રહી છે. આ અંગે મુનમુન દત્તાએ સફાઈ પણ આપી હતી. મુનમુન દત્તા ઘણા શોમાં દેખાઈ ચૂકી છે.

 

 

(5:09 pm IST)