Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આ વર્ષના અંત સુધીમાં ફરી જોવા મળશે માધવ મિશ્રા

ઓટીટીની દુનિયામાં જે કલાકારોની નામના છે તેમાં અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ પણ ટોચ પર છે. પંકજે અનેક જાણીતી વેબ સિરીઝમાં કામ કર્યુ છે. પંકજની વેબસિરીઝની નવી સીઝન ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ક્રિમીનલ જસ્‍ટીસની ત્રીજી સિરીઝમાં વધુ એક વખત દર્શકો પંકજને વકિલના રોલમાં નિહાળી શકશે. અત્‍યાર સુધી બે સીઝન સ્‍ક્રીન પર આવી ચૂકી છે. તેથી દર્શકો છેલ્લા ઘણા દિવસોથી ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. હવે ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે. પંકજ ત્રિપાઠી ફરી એકવાર માધવ મિશ્રાની ભૂમિકા ભજવશે. હોટસ્‍ટારે ક્રિમિનલ જસ્‍ટિસની ત્રીજી સીઝનનું ટીઝર રજૂ કર્યું છે. જેમાં માધવ મિશ્રાની ઝલક જોવા મળી રહી છે. ત્રીજી સીઝન આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઇ જશે. શુટીંગ ગત જાન્‍યુઆરીથી મુંબઇમાં ચાલી રહ્યું છે. પ્રથમ બે સિરીઝને ખુબ સારો પ્રતિસાદ મળ્‍યો હોઇ ત્રીજી સિઝન નિર્માતાઓ ઝડપથી લાવવા આતુર છે. 

(10:41 am IST)