Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સોનાક્ષી સિંહાના ઈન્સ્ટાગ્રામ વીડિયો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ

મુંબઈ: મહારાષ્ટ્રના ઓરંગાબાદ શહેરના 26 વર્ષીય વ્યક્તિની સોનાક્ષી સિંહાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રીએ 7 ઓગસ્ટે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સોનાક્ષીએ તાજેતરમાં જ મહિલા સુરક્ષા અને સાયબર ગુંડાગીરી અને પજવણી અંગેનો એક વીડિયો બનાવ્યો હતો અને તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ વીડિયો પર મહિલાઓ વિશે અશ્લીલ ટિપ્પણી કરી હતી અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ વિશે અપશબ્દો બોલી હતી. સાયબર પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.ત્યારબાદ સાયબર પોલીસ ઓરંગાબાદના તુલજી નગરના શશીકાંત ગુલાબ જાધવ પાસે આઈપી એડ્રેસ અને અન્ય કડીઓની મદદથી પહોંચી હતી, જેમણે આ ટિપ્પણી કરી હતી.

(5:38 pm IST)