Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ફેઇમ અભિનેત્રી બબીતાનો જર્મનીમાં અકસ્‍માતઃ સોશ્‍યલ મીડિયામાં તસ્‍વીરો શેર કરી ફેન્‍સને તબીયતથી વાકેફ કર્યા

ડાબા ઘુંટણેન ઇજા થતા આખરે પ્રવાસ ટુંકાવી ઘરે પરત ફરશે

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માની અભિનેત્રી મુનમુન દત્તા એટલે કે બબીતાને જર્મનીના પ્રવાસ દરમિયાન સામાન્‍ય અકસ્‍માત થયો છે. ડાબા ઘુંટણમાં ઇજા થતા અભિનેત્રી પ્રવાસ ટુંકાવી પરત ફરી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાજીનો જર્મનીમાં રજાઓ દરમિયાન અકસ્માત થયો છે. બબિતાજીના નામથી ફેમસ મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. મુનમુન દત્તા એ સોશિયલ મીડિયા પર પોતાની રજાઓને ટૂંકાવીને ઘર પરત વિશે પણ જણાવ્યું છે. 

મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત

મુનમુન દત્તાએ 21 નવેમ્બરના રોજ ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી પોતાના અકસ્માત વિશે જણાવ્યું છે. અભિનેત્રીએ લખ્યું 'એક નાનકડો અકસ્માત જર્મનીમાં થઇ ગયો છે. મારા ડાબા ઘૂંટણીને ઇજા પહોંચી છે. મારે મારી ટ્રિપને ટૂંકાવીને ઘરે પરત ફરવું પડ્યું છે. મુનમુને પોસ્ટના અંતે તૂટેલા દિલની ઇમોજી લગાવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના કારણે પોતાની યૂરોપ ટ્રિપને જલદી પુરી કરવી પડી રહી છે તો તે દુખી છે. જેવું જ મુનમુન દત્તાએ પોતાના અકસ્માત વિશે જણાવ્યું કે ત્યારથી ફેન્સ તેમના જલદી સાજા થવાની કામના કરી રહ્યા છે. 

સ્વિત્ઝરલેંડમાં કરી ખૂબ મસ્તી 

તમને બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા જર્મનીથી પહેલાં સ્વિત્ઝરલેંડમાં ફરી રહી હતી. તેમણે જર્મની ગયાને હજુ દિવસ થયા હતા. સ્વિત્ઝરલેંડમાં મુનમુન દત્તા એ ઘણા સુંદર નજારો એન્જોય કર્યો હતો અને તેમણે ઉંચા ઉંચા પહાડો, ઝીલના કિનારે ફરતાં પોતાના ફેન્સ માટે ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટામાં મુનમુન દત્તા એકદમ ખુશ જોવા મળી રહી હતી. પરંતુ બદકિસ્મતીથી તેમનો અકસ્માત થઇ ગયો અને હવે તેમને ટ્રિપને વચ્ચે છોડીને હવે ઘરે પરત ફરવું પડી રહ્યું છે. મુનમુન દત્તા કામમાંથી બ્રેક લઇને યૂરોપ ફરવા નિકળી હતી. 

(6:00 pm IST)