Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

તેલુગુ ફિલ્‍મ મેકર પ્રશાંત વર્માની ફિલ્‍મ ‘હનુમાન'નું ટીઝર રિલીઝઃ હનુમાનજીની શક્‍તિઓની ઝલકથી ભરપુર ફિલ્‍મ

સાયન્‍સ ફિકશન, જોંબી અને જાસુસી જેવી ફિલ્‍મો બનાવવા માટે જાણીતા છે પ્રશાંત વર્મા

મુંબઇઃ તેલુગુ ફિલ્‍મ મેકર પ્રશાંત વર્માની ફિલ્‍મ ‘હનુમાન'નું ટીઝર રિલીઝ થયુ છે. આ ફિલ્‍મ અત્‍યાર સુધીની સૌથી શાનદાર ફિલ્‍મોમાંની એક ગણાય છે. પ્રશાંત વર્માએ પોતાની આ ફિલ્‍મને પાન વર્લ્‍ડ ફિલ્‍મ ગણાવી છે.

તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર પ્રશાંત વર્માને સાયન્સ ફિક્શન, જોંબી અને જાસૂસી જોનરાની ફિલ્મો બનાવવા માટે ઓળખવામાં આવે છે. પરંતુ હવે તે ભારતીય પૌરાણિક કથાઓના શક્તિશાળી કેરેક્ટર્સથી એક સુપરહિરો સિનેમેટિક યુનિવર્સ બનાવવાની તૈયારીમાં છે. તો તેમના આ યુનિવર્સનો ભાગ છે તેમની આગામી ફિલ્મ હનુમાન,જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 

'હનુમાન' પ્રશાંત વર્માની અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મોમાંથી એક હોવાની છે, જેનું સોમવારે યૂટ્યુબ પર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સામે આવેલું આ ટીઝર ખુબ શાનદાર છે. 

જોવા મળી હનુમાનજીની શક્તિઓની ઝલક

જેમ નામથી ખ્યાલ આવી રહ્યો છે કે આ ફિલ્મ ભગવાન હનુમાનથી પ્રેરિત છે. સામે આવેલા આ ટીઝરમાં પૌરાણિક દુનિયા અને હનુમાનજીની શક્તિઓની ઝલક જોવા મળી રહી છે. તો બેકગ્રાઉન્ડમાં સંસ્કૃતનું ભજન ચાલી રહ્યું છે, જે ટીઝરને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યું છે. 

આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં અભિનેતા તેજા સજ્જા છે. આ સિવાય અમૃતા અય્યર, વરલક્ષ્મી સરથ કુમાર, વિનય રાય, રાજ દીપક શેટ્ટી, વેન્નેલા કિશોર, ગેટઅપ શ્રીનૂ અને સત્યા જેવા અભિનેતા પણ આ ફિલ્મમાં છે. 

પાન ઈન્ડિયા નહીં પાન વર્લ્ડ છે ફિલ્મઃ પ્રશાંત વર્મા

પોતાની આ ફિલ્મને લઈને પ્રશાંત વર્માએ કહ્યુ, 'જો તમે મારી પાછલી બધી ફિલ્મ જોશો તો તમને તેમાં પણ કેટલાક પૌરાણિક સંદર્ભ મળી જશે. અમે પ્રથમવાર પૌરાણિક ચરિત્ર હનુમાન પર એક આખી ફિલ્મ બનાવી રહ્યાં છીએ. અમે ઘણા પાત્રોની સાથે સિનેમેટિક યુનિવર્સ બનાવી રહ્યાં છીએ. આ પહેલા અધીરા નામની એક ફિલ્મની જાહેરાત પણ અમે કરી હતી. હું એક મહિલા કેન્દ્રીત સુપરહીરો ફિલ્મની પણ યોજના બનાવી રહ્યો છું. આ બધી ફિલ્મો આપણી પૌરાણિક કથાઓથી પ્રેરિત હશે, પરંતુ તેને આજના સમયમાં સેટ કરવામાં આવશે.'

તેમણે આગળ કહ્યું- લોકો કહે છે કે હું ફિલ્મોથી સારા ટીઝર અને ટ્રેલર બનાવવા માટે બદનામ છું. પરંતુ પ્રથમવાર મને વિશ્વાસ છે કે મેં ટીઝર અને ટ્રેલરથી સારી ફિલ્મ બનાવી છે. આ માત્ર એક તેલુગૂ ફિલ્મ નહીં પરંતુ એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે. આ એક પાન ઈન્ડિયા નહીં, પાન વર્લ્ડ ફિલ્મ છે. 

YouTube Link: https://youtu.be/AvjvZ7q2apE

(6:02 pm IST)