Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

જુનમાં આવશે વિક્કી અને સારાની ફિલ્‍મ

વિક્કી કોૈશલ અને સારા અલી ખાન પહેલી જ વખત સાથે જોવા મળવાના છે. આ બંને ફિલ્‍મ જરા હટકે જરા બચકેમાં સાથે દેખાશે. ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્‍યો છે. ટ્રેલર લોન્‍ચની ઇવેન્‍ટના સ્‍થળે સારા અને વિક્કી રિક્ષામાં બેસીને પહોંચ્‍યા હતાં. વિક્કીને તેની પત્‍નિ કેટરીના કૈફ વિશેના સવાલો પણ પુછાયા હતાં. ફિલ્‍મ જરા હટકે જરા બચકેમાં સારા અને વિકી એક મધ્‍યમ વર્ગીય પરિવારના પતિ-પત્‍નિ ઁકપિલ અને સોૈમ્‍યાની ભુમિકામાં જોવા મળશે. આ બંને ઇન્‍દોરમાં રહે છે. ટ્રેલરમાં લગ્ન અને છુટાછેડાની વાતો પણ બતાવવામાં આવી છે. આવી સ્‍થિતિમાં એક પત્રકારે ઈવેન્‍ટમાં વિકકી કૌશલને પૂછયું કે, આપણા દેશમાં લગ્ન જન્‍મ જન્‍મોનો સાથ હોય છે. શું તમને આ વાત સાચી લાગે છે કે પછી કેટરિના કૈફ કરતા સારી હિરોઈન મળે તો તમે છૂટાછેડા લઈને લગ્ન કરવા ઈચ્‍છો છો? આ સાંભળી વિક્કી હસી પડયો હતો અને બાદમાં જન્‍મો જન્‍મ એવો જવાબ આપ્‍યો હતો. ફિલ્‍મ બીજી જુને રિલીઝ થશે.

(10:27 am IST)