Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાશી ખન્નાની વધુ એક મુખ્ય ભુમિકા

અભિનેત્રી રાશી ખન્ના દક્ષિણ ભારતની ફિલ્મો કરવા ઉપરાંત બોલીવૂડમાં પણ કામ કરી રહી છે. શાહિદ કપૂર સાથેની તેની વેબ સિરીઝ પણ ચર્ચામાં છે. હવે તે નાગ ચૈતન્ય સાથેની ફિલ્મ 'થેન્ક યુ'માં પણ મુખ્ય ભુમિકા નિભાવી રહી છે.  દિલ રાજુ નિર્મીત આ ફિલ્મનું નીર્દેશન વિક્રમ કુમાર કરી રહ્યા છે. ફિલ્મ આ વર્ષે જ રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મનું નેવુ ટકા જેટલુ શુટીંગ પુરુ પણ થઇ ગયું છે. હવે પછીનું શુટીંગ રશિયામાં કરવામાં આવશે. ફિલ્મમાં ઇમોશનલ રાઇડ પણ દેખાશે. નાગ ચૈતન્ય આરામ વગર સતત કામ કરી રહ્યો છે. નાગએ કહ્યું હતું કે આ ફિલ્મમાં આભારની લાગણી વિશે જણાવવામાં આવશે. યુવાનની સફર વિશે એમાં દેખાડવામાં આવશે. સાથે જ આપણી જિંદગીના અલગ અલગ પડાવ દરમિયાન લોકોને થેન્ક યુ કહેવું, આભાર માનવો કેટલો જરૂરી છે તે દર્શાવાશે. દિલ્હીની આ સુંદરી સોૈ પહેલા ૨૦૧૩માં મદ્રાસ કાફેમાં જોવા મળી હતી. જો કે તેને ઓળખ સાઉથની ફિલ્મોએ અપાવી છે. અજય દેવગણ સાથેની સિરીઝ રૂદ્દામાં પણ તેની મુખ્ય ભુમિકા છે.

(10:38 am IST)