Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

એપ્રિલ મહિનામાં આવશે ધનુષની એકશનપેક ફિલ્મ

સાઉથ સુપરસ્ટાર ધનુષના બોલીવૂડમાં પણ અસંખ્ય ચાહકો છે. ધનુષે હિન્દી ફિલ્મો પણ કરી છે. હવે તેની ફિલ્મ કર્ણનની ખુબ ચર્ચા છે. ધનુષની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ધનુષે ચાહકો માટે આ ફિલ્મની તારીખ રજૂ કરી દીધી છે. નવમી એપ્રિલના રોજ ફિલ્મ થિએટરોમાં રિલીઝ થશે. ધનુષના હાથ પર રહેલી અનેક મોટી ફિલ્મો પૈકીની આ એક છે. ફિલ્મના ડબિંગનું કામ પુરૂ થઇ ગયું છે. આ વિશેની જાણકારી ધનુષે આપી હતી અને સાથે એક તસ્વીર પણ મુકી હતી. જેમાં તે દમદાર દખાઇ રહ્યો છે. ફિલ્મનું નિર્માણ કલાઇપુલી એસ. નાથુએ કર્યુ છે. આ ફિલ્મમાં ધનુષ અને મારી પહેલી વખત સાથે આવ્યા છે. એકશનનો જોરદાર ડોઝ આ ફિલ્મમાં છે. તિરૂનેવલી પાસે બનેલી એક સત્ય ઘટના પર આ ફિલ્મ આધારીત છે. એકશન ડિરેકટર લાલ અને નટરાજન પણ ખાસ ભુમિકામાં જોવા મળશે.

(10:13 am IST)