Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કિંગમાં દીકરી સુહાના ખાન સાથે જોવા મળશે શાહરૂખ ખાન : કેરેક્ટર ગ્રે શેડમાં હશે

મુંબઈ: સુહાના ખાને તાજેતરમાં જ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. દર્શકોએ આ ફિલ્મને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. આ નિષ્ફળતાની કોઈને અપેક્ષા નહોતી. ખાસ કરીને સુહાના ખાનના પિતા શાહરૂખ ખાન. પ્રાપ્ત સમાચાર મુજબ, હવે શાહરૂખ ખાને પોતાની પુત્રીની કારકિર્દી ઘડવાની જવાબદારી લીધી છે. તે સુહાના ખાન સાથે કિંગ નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક એક્શન-ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મનું નિર્દેશન નિર્દેશક સુજોય ઘોષ કરશે. સુજોય ઘોષ સિદ્ધાર્થ આનંદની પ્રોડક્શન કંપની માર્ફ્લિક્સ પિક્ચર્સ સાથે મળીને દર્શકો માટે 'કિંગ' ફિલ્મ લાવી રહ્યાં છે. પહેલા શાહરૂખ ખાન આ ફિલ્મમાં કેમિયો કરવા જઈ રહ્યો હતો, પરંતુ હવે સમાચાર છે કે શાહરૂખ આ ફિલ્મમાં પુત્રી સુહાના સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાનની આ ફિલ્મને છેલ્લા ઘણા મહિનામાં ઘણી વખત લખવામાં આવી છે, ઘણી વખત પોલિશ કરવામાં આવી છે અને હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે કે શાહરૂખ તેની પુત્રી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(5:37 pm IST)