Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટીવલની રેડ કાર્પેટ પર પીળા આઉટફિટ ગાઉનમાં અદ્‌ભુત લુકને લઇ છવાઇ મૌની રોય

અભિનેત્રીએ યેલો કલરના લેન્‍થ ગાઉન સાથે કાળા ચશ્‍મા પહેરી સૌને ચોંકાવી દીધા

મુંબઇઃ મૌની રોયે Cannes 2023માં ડેબ્યૂ કર્યું છે. યલો કલરના ફ્લોર લેન્થ ગાઉનમાં મૌનીનો ચાર્મ હવે બધે છવાઈ ગયો છે.

આ વખતે મૌની રોય પણ Cannesમાં ડેબ્યુ કરનારાઓમાંની એક છે અને તેણે પહેલી જ રેડ કાર્પેટ વોકમાં ચાહકોના દિલ જીતી લીધા છે. પીળા આઉટફિટમાં મૌનીએ ધૂમ મચાવી છે. તેનો લુક હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

પીળા રંગનો ડ્રેસ, આંખો પર કાળા ચશ્મા મૌનીની લેટેસ્ટ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. લોકો તેનો ગ્લેમરસ લુક ખુબ પસંદ કરી રહ્યા છે.

જો Cannes 2023માં બોલિવૂડના બેસ્ટ લુક્સની વાત કરવામાં આવે તો મૌની રોયનું નામ હવે ચોક્કસપણે સામેલ થશે. કાન્સ માટે તે એકદમ પરફેક્ટ લાગી રહી હતી.

એક્ટ્રેસ મૌની રોય આ વન ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

મૌની છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી. એક સમયે ટીવીની રાણી કહેવાતી મૌની આજે મોટા પડદાનો જાણીતો ચહેરો છે. અને તેના કેન્સ ડેબ્યુ માટે તેણે દુબઈની ડિઝાઈનર Atelier Zuhra ને પસંદ કરી હતી.  

(5:30 pm IST)