Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સોશિયલ મિડીયાથી દૂર થઇ ગઇ દેવોલીના

ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બનેલી મુળ આસામની અભિનેત્રી દેબોલીના ભટ્ટાચાર્જી છેલ્લે બિગ બોસ-૧૩માં પણ જોવા મળી હતી. ૨૦૧૦માં ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં સ્પર્ધક તરીકે ભાગ લીધા પછી તેણે સવારે સબ કે સપને પ્રિતો, સાથ નિભાના સાથિયા, બોકસ ક્રિકેટ, દિયા ઓૈર બાતી હમ, લાલ ઇશ્ક, છોડી સરદારની સહિતના શો કર્યા છે. ટીવી પરદે સીધી સાદી દેખાતી દેવોલીના અસલી જિંદગીમાં હોટ અને બોલ્ડ છે. બિગ બોસ-૧૩ પછી તે વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મિડીયા પર પણ તે સક્રિય છે. જો કે હાલમાં તેણે સોશિયલ મિડીયાથી દૂર રહેવાનો નિર્ણય લઇ તેના ચાહકોને ચોંકાવી દીધા છે. લાંબા સમયથી તેની એક પણ પોસ્ટ જોવા મળી નથી. દેવોલીનાએ કહ્યું હતું કે હાલમાં મેં બ્રેક લીધો છે અને આ સમય હું પુસ્તકો વાંચવામાં, ટીવી સિરીઝ જોવામાં અને બીજા કામો કરવામાં વીતાવી રહી છું. ચાહકો મને ખુબ જ યાદ કરી રહ્યા હશે. પોતાનો પ્રેમ દેખાડવા તે કદાચ મને ટ્રોલ પણ કરે છે. પણ હાલમાં સકારત્મકતાની જરૂર છે એટલે સોશિયલ મિડીયાથી દુર છું.

(10:24 am IST)