Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'ખટ્ટા-મીઠા' ને 10 વર્ષ થયાં પૂરાં

મુંબઈ: કોમેડી ફિલ્મ ખટ્ટા-મીઠાની રજૂઆતને આજે 10 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મનું દિગ્દર્શન બોલિવૂડના જાણીતા નિર્દેશક પ્રિયદર્શન દ્વારા કરાયું હતું. ફિલ્મ 'ખટ્ટા-મીઠા' 23 જુલાઈ 2010 ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ત્રિશા કૃષ્ણન અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય આ ફિલ્મમાં મકરંદ દેશપાંડે, અસરાની, જોની લિવર, કુલભૂષણ ખારબંડા, અરુણા ઈરાની, ઉર્વશી શર્મા, મનોજ જોશી, ટીનુ આનંદ, જયદીપ આહલાવત અને નીરજ વોરા પણ હતા.આ ફિલ્મમાં અક્ષય કુમારે કોન્ટ્રાક્ટરની ભૂમિકા ભજવી હતી, જ્યારે રાજપાલ યાદવ એક માર્ગ બિલ્ડર તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ત્રિષા કૃષ્ણને રત્ન ગણપુલેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર કાયદો અને પારિવારિક જીવન વચ્ચે અટવાયેલા દેખાયા હતા.

(5:28 pm IST)