Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

એક અલગ જ વાર્તાને સિનેમાના પડદે દર્શાવતી અને સારા પરફોર્મન્સવાળી 'અતરંગી રે' લવ સ્ટોરી જોવા જેવી ફિલ્મ

'અતરંગી રે'ની કલાઈમેકસ પણ ઉમદા : આનંદ એલ રાયની 'અતરંગી રે' પણ લવ ટ્રાયંગલ ફિલ્મ : જયાં ફિલ્મ જોતાં દર્શક ભાવુક થઈ જાય છે ત્યારે કોઈ કોમેડી સીન આવી જાય છે : 'અતરંગી રે'માં એ.આર.રહેમાનનું સંગીત ઉમદા છે : આ ફિલ્મ કયાંક લાંબી લાગી શકે પરંતુ, દર્શકોનું ધ્યાન ખેંચી રાખે છે

મુંબઇ તા. ૨૪ : રિવ્યુ : ફિલ્મ 'અતરંગી રે'માં બિહારની રિંકુ સૂર્યવંશી (સારા અલી ખાન)ની જાદુગર સજ્જાદ અલી (અક્ષય કુમાર) સાથેના પ્રેમની વાર્તા છે. આ પ્રેમ માટે તે ઘણી વખત ઘરેથી ભાગી ગઈ છે અને દરેક વખતે ઝડપાઈ ગઈ છે. ત્યારે બિહાર આવેલા મેડિકલ સ્ટુડન્ટ વિશુ (ધનુષ) સાથે બળજબરીપૂર્વક રિંકુના લગ્ન કરાવામાં આવે છે. પરંતુ, થોડા દિવસો પછી વિશુની સગાઈ નક્કી થાય છે. ત્યારે એવું નક્કી થાય છે કે દિલ્હી પહોંચીને તેઓ બંને પોતપોતાનો રસ્તો પસંદ કરશે. પણ, વિશુને રિંકુ સાથે પ્રેમ થઈ જાય છે. પરંતુ, રિંકુ તો સજ્જાદના પ્રેમમાં પાગલ છે. પણ, પછી ફિલ્મ 'અતરંગી રે'ની વાર્તામાં એવો વળાંક આવે છે જે જોતાં દર્શકો પણ ચોંકી જાય છે. આ વખતે 'અતરંગી રે'ના લેખક હિમાંશુ શર્મા અને ડિરેકટર આનંદ એલ રાયે દિલને સ્પર્શી લેતો વિષય પસંદ કર્યો છે. 'અતરંગી રે'ની વાર્તા ઉત્ત્।ર ભારતના બિહારથી દક્ષિણમાં ચેન્નઈ સુધી જાય છે. વચ્ચે દિલ્હીમાં પોતાની સાચી દિશા સુધી પહોંચે છે. 'અતરંગી રે'માં સમગ્ર ભારતનો રંગ જોવા મળશે.

એકિટંગ : રિંકુ તરીકે સારા અલી ખાનને દમદાર રોલ મળ્યો છે. અક્ષય કુમાર પણ અલગ અંદાજમાં છે જે 'અતરંગી રે'ની વાર્તાને વધુ રંગીન બનાવે છે જયારે ધનુષ દરેક પાત્રનું સંતુલન જાળવે છે. 'અતરંગી રે'ની ખાસ વાત એ છે કે તેની મૂળ કહાણી ખૂબ જ સંવેદનશીલ છે. જયાં ફિલ્મ જોતાં દર્શક ભાવુક થઈ જાય છે ત્યારે કોઈ કોમેડી સીન આવી જાય છે. 'અતરંગી રે'માં એ.આર.રહેમાનનું સંગીત ઉમદા છે. આ ફિલ્મ કયાંક લાંબી લાગી શકે પરંતુ, દર્શકોનું ધ્યાન ખેંચી રાખે છે. 'અતરંગી રે'ની કલાઈમેકસ પણ ઉમદા છે. એક અલગ જ વાર્તાને સિનેમાના પડદે દર્શાવતી અને સારા પરફોર્મન્સવાળી 'અતરંગી રે' લવ સ્ટોરી જોવા જેવી ફિલ્મ છે.

લવ ટ્રાયંગલ બનાવવામાં ડિરેકટર આનંદ એલ રાયને નિપુણતા પ્રાપ્ત છે. તેમણે અગાઉ તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ ૨, રાંઝણા જેવી લવ સ્ટોરી બનાવી છે. ત્યારે આનંદ એલ રાયની અતરંગી રે પણ લવ ટ્રાયંગલ ફિલ્મ છે.

(9:55 am IST)