Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અલગ ઓળખ ઉભી કરી ચુકી છે શ્રીયા

ટીવી અને ફિલ્મોના કલાકાર સચીન સુપ્રિયા પિલગાંવકરની દિકરી શ્રીયા પિલગાંવકરે મનોરંજન જગતમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી છે. તેની એક શોર્ટ ફિલ્મ સ્તિા તાજેતરમાં ધૂમ મચાવી ચુકી છે. અનેક ફિલ્મોત્સવોમાંશ્રીયાના ભરપુર વખાણ થયા છે. આ કારણે શ્રીયા ખુશખુશાલ બની ગઇ છે. શ્રીયાને ચાહકોએ મિર્ઝાપુર, ક્રેકડાઉન સહિતની સુપરહિટ વેબ સિરીઝમાં પણ ખુબ પસંદ કરી છે. પોતાની શોર્ટ ફિલ્મ સીતા વિશે શ્રીયા કહે છે કે અંગત રીતે મને શોર્ટ ફિલ્મોનું માધ્યમ ગમે છે. મને એમ લાગે છે કે કહાની રજૂ કરવાનું આ માધ્યમ અત્યંત શકિતશાળી છે. બાળકના સાપેક્ષમાં સીતાની સ્ટોરી બહુ સરસ રીતે કહેવાઇ છે. તેમાં પરંપરા, પૌરાણિકતા તેમ જ જેન્ડરને બહુ સુંદર રીતે વણી લેવામાં આવ્યાં છે. મારી ભૂમિકા રહસ્યમય છે. અમે એ નથી જાણતા કે તે કોણ છે અને ક્યાંથી આવે છે. સીતામાં સ્ત્રીભૂ્રણ હત્યાની વાત પણ વણી લેવામાં આવી છે. શ્રીયાએ આગામી ચાર ફિલ્મોનું શુટીંગ પુરું કરી લીધું છે. આ ઉપરાંત તે કોમેડી અને એકશન ફિલ્મ પણ કરી રહી છે.

(9:56 am IST)