Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

હું જીયા માત્ર સારા મિત્રો છીએઃ અંકિત

ટીવી સિરીયલ  'ઘર એક મંદિરઃકૃપા અગ્રસેન મહારાજ કી'માં કામ કરી રહેલા અભિનેતા અંકિત બથલાનું નામ અભિનેત્રી જિયા માણેક સાથે જોડાયું ત્યારે અંકિત ચોંકી ગયો હતો. તેણે આ વાતને નકારતાં કહ્યું હતું કે હું અને જીયા માત્ર સારા મિત્રો છીએ. અમે એક કમર્શિયલ એડમાં સાથે કામ કર્યું હતું ત્યારથી અમારી વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ છે. મને ગુજરાતી વાનગીઓ ખુજ પ્રિય છે. જિયાની મમ્મી બહુ સરસ વાનગીઓ બનાવે છે. તેથી હું ઘણી વખત તેના ઘરે ગુજરાતી ભોજન આરોગવા જાઉં છું. બાકી અમારી વચ્ચે એવો કોઇ સંબંધ નથી જેવો લોકો ધારી રહ્યાં છે.  અંકિત આગળ કહે છે કે હકીકતમાં હું લગ્ન કરીને ઠરીઠામ થવા માગું છું. મારી મમ્મી મારા માટે છોકરી શોધી રહી છે.  એક તબક્કે હું કોઇકના પ્રેમમાં હતો. પરંતુ અમારું બ્રેકઅપ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે અંકિત એક સમયે જિજ્ઞાાસા સિંહના પ્રેમમાં હતો.

(9:56 am IST)