Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ભેદરેખા હવે ભુંસાઇ રહી છેઃ રવિના

બોલીવૂડમાં અભિનેત્રી રવિના ટંડને અનેક ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલમાં કાયમી સ્થાન બનાવી રાખ્યું છે. તે ફિલ્મોથી લાંબો સમય દૂર પણ થઇ ગઇ હતી. હવે ફરીથી તે કામ કરી રહી છે. તે આજે સુડતાલીસ વર્ષની ઉમરે પણ યુવાન અભિનેત્રીઓને પણ શરમાવે એવું ફિગર અને ઉર્જા ધરાવે છે. તાજેતરમાં રવિના વેબ સિરીઝમાં જોવા મળી છે. અરણ્યક નામની આ રિસીઝથી તે ડિઝીટલ માધ્યમમાં પહોંચી ચુકી છે. આ સિરીઝમાં તેણે પોલીસ અધિકારીનો રોલ ભજવ્યો છે. જેણે પણ સિરીઝ નિહાળી છે તેણે રવિનાના આ રોલને ખુબ જ વખાણ્યો છે. રવિના કહે છે મને એ વાતનો આનંદ છે કે હવે મનોરંજન જગતમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને મળતાં મહેનતાણાંમાં વર્ષોથી ચાલ્યા આવતા ભેદભાવની ભેદરેખા ભૂંસાઇ રહી છે.  અભિનેત્રીઓને અભિનેતાઓની તુલનામાં ઘણું ઓછું મહેનતાણું મળતું. પરંતુ હવે લગભગ અભિનેતાઓ જેટલી જ ફી મળવા લાગી છે. ઇન્ડસ્ટ્રીમાં આવેલા આ પરિવર્તનને આવકારતાં રવિના કહે છે આ મુદ્દે મેં ઘણાં વર્ષ સુધી કામ કર્યું છે. આ બદલાવનો મોટો યશ ઓટીટી પ્લેટફોર્મને આપી શકાય.

(9:57 am IST)