Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

પડકારજનક રોલ જ મને ગમે છેઃ રકુલ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ માટે આ વર્ષ ખુશીઓથી ભરેલુ રહ્યું છે. તેની તેલુગુ ફિલ્મ કોંડા પોલમનેજબ્બર સફળતા મળી છે. દર્શકો અને વિવેચકોએ રકૂલના આ ફિલ્મના પાત્રના ખુબ જ વખાણ કર્યા છે. તેણે ફિલ્મમાં ભરવાડણનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મની રજૂઆતા બે દિવસ બાદ રકુલે પોતાના જૈકી ભગનાની સાથેના પ્રેમનો એકરાર કર્યો હતો. કોંડા પોલમના પોતાના પાત્ર માટે રકુલ  ફિલ્મની ટીમ સાથે ૪૦ દિવસ સુધી વનમાં રહી હતી. ઘેટાંઓના ટોળાં વચ્ચે રહીને તેણે આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. રકુલ કહે છે આપણે કલ્પના પણ ન કરી હોય એવા જીવનને પડદા પર વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવાનું હોય ત્યારે તે પુષ્કળ પરિશ્રમ, એકાગ્રતા, મુશ્કેલીઓ વેઠવાની તૈયારી કરવી પડતી હોય છે. અમે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે ૪૦ દિવસ સુધી ભરવાડોની જેમ વનમાં રહ્યાં હતાં.  મને એવા રોલ જ કરવા ગમે છે જેમાં મને કાંઇક પડકારજનક દેખાય. તેના સિવાય તમે તમારી અંદર રહેલી પ્રતિભાને બહાર કાઢવા મહેનત જ ન કરી શકો.  હું માત્ર હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મો પણ કરતી જ રહીશ.

(9:57 am IST)