Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મને જે મળ્‍યું તેનાથી સંતુષ્‍ટ છું: અરશદ

અરશદ વારસી બોલીવૂડમાં લગભગ ત્રણ દાયકાથી કામ કરી રહ્યો છે. પરંતુ એક બાબતમાં તે કમનસિબ સાબિત થયો છે. તેની સિંગલ હીરો તરીકેની ફિલ્‍મોને સફળતા મળી નથી. તેણે અગાઉ મુન્‍નાભાઇ સિરીઝ, ઇશ્‍કિયામાં અભિનયથી અમીટ છાપ છોડી હતી. પરંતુ મુખ્‍ય હીરોમાં તે ચાલ્‍યો નથી. છેલ્લે બચ્‍ચન પાંડેમાં પણ સહાયક રોલ હતો. અરશદ કહે છે હું ત્રણ દાયકાથી અહિ છું. રોદણા રોવાની ફરિયાદો કરવાની મને આદત નથી. આપણને એટલુ જ મળે છે જે આપણા નસિબમાં હોય. મને અહિ જે મળ્‍યું છે તેનાથી હું સંતુષ્‍ટ છું. ઉપરવાળાએ ઘણુ બધુ આપી દીધું છે તેનો આનંદ છે. અરશદે અમિતાભ બચ્‍ચના હોમ પ્રોડક્‍શનની ફિલ્‍મ તેરે મેરે સપનેથી શરૂઆત કરી હતી. તે વખતે અમિતાભે કહ્યું હતું કે કેમેરા સામે હોઇએ ત્‍યારે એક્‍ટીંગ પર જ ધ્‍યાન કેન્‍દ્રીત કરવાનું. એમની હું વાત આજે પણ ભુલ્‍યો નથી. અરશદે મોટે ભાગે કોમેડી કરીને દર્શકોમાં વધુ ચાહના મેળવી છે. તે કહે છે કોમેડી કરવી એ સોૈથી વધુ મુશ્‍કેલ છે. હાલની હિન્‍દી ફિલ્‍મોમાં કોમેડીનું સ્‍વરૂપ પણ બદલાયું છે.

 

(11:59 am IST)